Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યમાં આગામી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સૌરાષ્ટ્રમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 30 કલાકમાં 22 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગામી સાત દિવસ વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી 5 દિવસ કેટલાક જિલ્લાઓમાં અતિભારે તો કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે અને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

તારીખ 21મી જુલાઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને સુરતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં યલો એલર્ટ છે. તારીખ 22મી જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપીમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં યલો એલર્ટ છે.

તારીખ 23મી જુલાઇએ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, દાહોદ,પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં યલો એલર્ટ છે. તારીખ 24મી જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ છે.

આ ઉપરાંત તારીખ 25મી અને 26મી જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ 18 ઇંચ જેટલો વરસાદ કલ્યાણપુર તાલુકામાં નોંધાયો છે. જેના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના લીધે અનેક ગામોના માર્ગ બંધ થઇ જતાં સંપર્ક વિહોણા બની ગયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.09 ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 39.86 ટકા,મધ્ય ગુજરાતના 17માં  36.37, કચ્છના 20માં 28.36 તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.60 ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.