Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

અમરસિંગ ચમકીલાના જીવન આધારિત ફિલ્મ ‘ચમકીલા’ 12 એપ્રિલે રિલીઝ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પંજાબના ઓરિજિનલ રોકસ્ટાર અને લોકપ્રિય ગાયક અમરસિંગ ચમકીલાના જીવન આધારિત ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. ચમકીલાની હયાતી દરમિયાન તેમના આલબમના વેચાણે રેકોર્ડ સર્જ્યો હતો. દિલજિત દોસાંજ અને પરિણિતી ચોપરાનો લીડ રોલ ધરાવતી ‘અમરસિંગ ચમકીલા’ને ઈમ્તિયાઝ અલીએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મને 12 એપ્રિલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે. અમરસિંગ ચમકીલા ભારતના સાચા રોકસ્ટાર હતા અને તેમને પંજાબના એલ્વિસ પ્રેસલી તરીકે ઓળખવામાં આવતા હતા.

બાયોપિકમાં દિલજિત દોસાંજે ચમકીલાનો રોલ કર્યો છે. તેમની પત્ની અને સિંગિંગ પાર્ટનર અમરજોતના કેરેક્ટરમાં પરિણિતી ચોપરા છે. પરિણિતીએ ચમકીલાના કો-સ્ટાર દિલજિતને 40મા બર્થ ડે પર શુભેચ્છા આપવા માટે ફિલ્મનું પોસ્ટર સેર ક્યું હતું. જેમાં દિલજિત અને પરિણિતી બંને જોવા મળે છે. પોસ્ટમાં પરિણિતીએ જણાવ્યું છે, મેરા યારા, મેરા પ્યારા, મેરા ચમકીલા. હેપ્પી બર્થ ડે જી. આપણે બનાવેલી ચમકીલાને દુનિયા સમક્ષ રજૂ કરવા આતુર છું.

આ ફિલ્મનું શૂટિંગ પંજાબના સાચા લોકેશન્સ પર થયેલું છે. તેમાં પંજાબી લોક સંગીત અને પંજાબના ગામમાં ગૂંજતા ચમકીલાના અવાજને રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મનું મ્યૂઝિક એ.આર. રહેમાને આપ્યું છે અને ગીતો ઈરશાદ કામિલના છે. ફિલ્મમાં દિલજિત અને પરિણિતીએ પણ ગીતો ગાયા છે. આ ફિલ્મની ખાસિયત અંગે વાત કરીએ તો તેમાં સાચા લોકેશન્સ પર લાઈવ મ્યૂઝિક રેકોર્ડિંગ થયું છે.