Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આજે ‘હનુમાન જયંતિ’નું મહત્વ અતિ વિશેષ, વિગતવાર જાણો…

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીનેકળિયુગના જાગૃત દેવતા કહેવામાં આવે છે. જે લોકો મૃત્યુ પામ્યા છે તેમની જન્મજયંતિઉજવવામાં આવે છે, પરંતુ હનુમાનજી હજુ પણ પૃથ્વી પર છે, તેથી તેમના જન્મદિવસને જન્મોત્સવ તરીકે ઓળખવો યોગ્ય રહેશે. તેથી જ ઘણા લોકો હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહે છે.  હનુમાન જન્મોત્સવનો તહેવાર દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જ્યારે પણ હનુમાન જયંતિ મંગળવાર કે શનિવારે આવે છે ત્યારે તેનું મહત્વ અતિ વિશેષ થઈ જાય છે. આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે છે. પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજી સૌના સંકટોને હરનારા છે. સંકટ મોચક હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવાર અને શનિવારનો દિવસ વિશેષ માનવામાં આવે છે.

તેવું પણ માનવામાં આવે છે કે પવન દેવ અને અંજની માતાના પુત્ર હનુમાન એ સાક્ષાત દેવ છે, બજરંગ બલીનું સાચા મનથી નામ લેવામાં આવે તો દુ:ખ, મુસીબતો, ભૂત-પ્રેત ભાગી જાય છે. તેથી જ તુલસીદાસે હનુમાનજી વિશે લખ્યું છે કે, ‘સંકટ કટેમિટેસબ પીરા, જો સુમિરાઈહનુમત બલ બીરા.’ તેનો અર્થ છે-હનુમાનજીમાં દરેક પ્રકારના દુખ, દર્દ અને પીડા દૂર કરવાની ક્ષમતા છે. હનુમાન જન્મોત્સવના દિવસે ભગવાન શ્રી રામની ભક્તિ, પૂજા – પાઠ નું પણ ખૂબ વધારે મહત્વ છે.હનુમાન જન્મોત્સવ પર બજરંગબલીની પૂજા-પાઠ કરવા માટે બે શુભ મુહૂર્ત છે. પહેલુશુભ મુહૂર્ત સવારનું છે અને બીજુશુભ મુહૂર્તરાત્રિનું છે.પ્રથમ શુભ સમય: મંગળવાર; 23 એપ્રિલે, સવારે 09:03 થી બપોરે 01:58 સુધી અને બીજો શુભ સમય : રાત્રે 08:14 થી 09:35 સુધી.

હનુમાન જન્મોત્સવની પૂજાવિધિ :-

હનુમાન જન્મોત્સવ પર, સવારે સ્નાન કર્યા પછી એક ચોખ્ખા આશન પર બેસી દીવો પ્રગટાવી બજરંગબલીની પૂજા-પાઠની શરૂઆત કરવી..સૌથી પહેલા ઉત્તર-પૂર્વ દિશામાં પોસ્ટ પર લાલ કપડું પાથરી દો. હનુમાનજીની સાથે શ્રી રામજીનું ચિત્ર સ્થાપિત કરો. હનુમાનજીને લાલ ફૂલ અને રામજીને કેસરી અને પીળા ફૂલ ચઢાવો, પ્રસાદ માટે ભોગ લગાવવો. પહેલા શ્રી રામના મંત્ર ઓમ રામ રામાય નમઃ નો જાપ કરી, હનુમાનજીના મંત્ર ઓમ હં હનુમતે નમઃ નો જાપ કરવો ત્યારબાદ હનુમાન છલીસનો પાઠ કરવો, તે પછી આરતી કરી ને પ્રસાદ લઈ પૂજા પૂર્ણ કરવી.