Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

આ સપ્તાહે 7 કંપનીના IPOનું શેરબજારમાં લિસ્ટિંગ થશે

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આ સપ્તાહે 7 કંપનીના IPO નું શેરબજારમાં લિસ્ટિંગ થશે. આ કંપનીના IPO ને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. મુક્કા પ્રોટીન્સ અને M.V.K. એગ્રો ફૂડનો IPO 4 માર્ચે બંધ થશે. આ ઉપરાંત 8 નવા IPO પણ લોન્ચ થશે.

પ્લેટિનમ ઈન્ડસ્ટ્રીઝ GMP – 49.71 ટકા :  IPOના શેર 5 માર્ચે BSE અને NSE પર લિસ્ટ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે. 4 માર્ચે જ રોકાણકારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે.

એક્ઝિકોમ ટેલિ-સિસ્ટમ્સ GMP – 109.15 ટકા :  આ કંપનીના IPO નું પણ 5 માર્ચે BSE અને NSE પર લિસ્ટિંગ થશે. જે રોકાણકારોને શેર ફાળવવામાં આવ્યા ન હતા તેઓને 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે. શેર 4 માર્ચે જ ડીમેટ ખાતામાં જમા થશે.

ભારત હાઇવે ઇન્વિટ GMP – 2 ટકા :  આ મેઈનબોર્ડ IPOના શેર 6 માર્ચે BSE અને NSE પર લિસ્ટ થશે. શેરની ફાળવણી 4 માર્ચે થશે. રિફંડ 5 માર્ચથી આવવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

મુક્કા પ્રોટીન્સ GMP – 103.57 ટકા:   આ મેઈનબોર્ડ IPOના શેર 7 માર્ચે BSE અને NSE સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. 5 માર્ચે શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. રિફંડ 6 માર્ચથી શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

ઓવેસ મેટલ અને મિનરલ પ્રોસેસિંગ GMP – 164.37 ટકા :  આ SME IPO ના શેર NSE SME પર 4 માર્ચના રોજ લિસ્ટ થશે.

પર્વ ફ્લેક્સીપેક GMP- 176.06 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 5 માર્ચે લિસ્ટ થશે. 4 માર્ચથી રિફંડ મળવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

એમ.વી.કે. એગ્રો ફૂડ GMP – 4.17 ટકા : આ SME IPO ના શેર NSE SME પર 7 માર્ચે લિસ્ટ થશે. 5 માર્ચે શેરની ફાળવણીને આખરી ઓપ આપવામાં આવશે. રિફંડ 6 માર્ચથી આવવાનું શરૂ થશે અને તે જ દિવસે શેર ડીમેટ ખાતામાં જમા થશે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!