Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

‘ઈન્ટરનેશનલ ટોય ફેર’માં ભારતના પ્રોડક્ટને ખુબ સરાહના મળી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ચીનના રમકડાની ડિમાન્ડ સમગ્ર વિશ્વમાં હોય છે. અમેરિકા, યૂરોપ અને દુનિયાના બાકી ભાગના બજાર ચાઈનીઝ રમકડાથી ભરેલા છે. જર્મનીના ન્યૂરમબર્ગ શહેરમાં ઈન્ટરનેશનલ ટોય ફેર ચાલી રહ્યો છે. જ્યાં ભારતના રમકડાની ધૂમ મચી ગઈ છે. જેના કારણે ચીનને મરચા લાગ્યા છે. 5 દિવસના આંતરરાષ્ટ્રીય રમકડા મેળામાં ભાગ લેનારા ભારતીય ટોય મેકર્સને કરોડો રૂપિયાના ઓર્ડર મળ્યા છે. ટોય એક્સપોર્ટર્સે આ જાણકારી આપતા કહ્યું કે ભારતીય મેકર્સે મેળામાં હાઈ ક્વોલિટીનું પ્રદર્શન આપ્યું છે. તેનો મતલબ છે કે હવે અમેરિકાથી લઈ યૂરોપ અને આફ્રિકા ભારતીય રમકડાથી રમવા માટે તૈયાર છે. તેમના મુજબ અમેરિકા, બ્રિટેન, દક્ષિણ આફ્રિકા અને જર્મની જેવા દેશના ખરદીદારોએ તેમના ઉત્પાદનોમાં રસ બતાવ્યો અને મોટી સંખ્યામાં ઓર્ડર આપ્યો.

ન્યૂરમબર્ગ ઈન્ટરનેશનલ ટોય ફેર 3 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો. દુનિયાના સૌથી મોટા રમકડા મેળામાં સામેલ આ આયોજનમાં 65થી વધારે દેશના 2000થી વધુ લોકો સામેલ થયા. ગ્રેટર નોઈડા સ્થિત લિટિલ જીનિયસ ટોયઝ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ નરેશ કુમાર ગૌતમે કહ્યું કે અમારી પ્રોડક્ટસને ખુબ સરાહના મળી. ચાઈનીઝ રમકડા પ્રત્યે એક મજબૂત ચીન વિરોધી ભાવના હતી અને ભારતીય રમકડાની સરાહના કરવામાં આવી. તેમને કહ્યું કે બે ચીની કંપનીઓએ રમકડાના ઉત્પાદન માટે ભારતમાં લિટિલ જિનિયસની સાથે જોઈન્ટ વેન્ચર સ્થાપિત કરવામાં રસ બતાવ્યો છે.

વાણિજ્ય અને રાજ્ય મંત્રી ઉદ્યોગ સોમ પ્રકાશે રાજ્યસભાને આપેલી જાણકારી મુજબ ટોય ઈન્ડસ્ટ્રી માટે સરકાર દ્વારા બનાવેલા અનુકુળ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમના કારણે નાણાકીય વર્ષ 2014-15થી 2022-23 સુધી રમકડાના કુલ ઈમ્પોર્ટમાં 52 ટકાનો ઘટાડો અને રમકડાની નિકાસમાં 239 ટકાનો વધારો થયો છે. ‘મેડ ઈન ઈન્ડિયા રમકડા’ને પ્રોત્સાહન આપવા માટે એક સક્રિય અભિયાનની સાથે સાથે ભારતીય મુલ્યો, સંસ્કૃતિ અને ઈતિહાસના આધાર પર રમકડાની ડિઝાઈનિંગને પ્રોત્સાહિત કરવાના ઉપાયો, શીખવાના સાધન તરીકે રમકડાંના ઉપયોગથી ઈચ્છિત પરિણામો મળ્યા છે.

ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કેટલુ છે? જે વિશે જણાવીએ તો, સરકાર રમકડાની ક્વોલિટી પર દેખરેખ રાખવા, હલકી ગુણવત્તાવાળા અને અસુરક્ષિત રમકડાંની આયાતને પ્રતિબંધિત કરવા અને સ્વદેશી રમકડાંના ક્લસ્ટરોને પ્રોત્સાહન આપવા સાથે રમકડાની ડિઝાઈન અને ઉત્પાદન માટે હેકાથોન અને પડકારોનું પણ આયોજન કરી રહી છે. આ કેમ્પેઈનથી ટોય ઈન્ડસ્ટ્રીમાં મોટો ગ્રોથ જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2014-15માં રમકડાનું કુલ ઈમ્પોર્ટ 332.55 મિલિયન અમેરિકી ડોલરથી ઘટીને નાણાકીય વર્ષ 2022-23માં 158.7 મિલિયન અમેરિકી ડોલર થઈ ગયુ છે. જો વાત એક્સપોર્ટની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2014-15માં 96.17 મિલિયન અમેરિકી ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2022-23માં 325.72 મિલિયન અમેરિકી ડોલર થઈ ગયુ છે.

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!