એમેઝોન પ્રાઇમ વીડિયો કેટલીક સિરીઝ એવી હોય છે જે લોકોને જોવાની મજા આવતી હોય છે. આ સિરીઝમાં લોકોની ગમતી એક પંચાયત-3નું ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. હવે પંચાયતની ત્રીજી સિઝન જલદી રિલીઝ થવા માટે તૈયાર છે. આ ઘોષણા પછી ફેન્સ આ સિરીઝને લઇને સુપર એક્સાઇટેડ છે. પંચાયત-3નું ટ્રેલર તમે એક વાર જોશો તો વારંવાર જોવાનું મન થાય એવુ છે. આ ટ્રેલર બહુ મસ્ત છે. પંચાયત સીઝન-3નું ટ્રેલર તમે જોશો તો હસીહસીને થાકી જશો. આ ટ્રેલરમાં પંચાયતી ચૂંટણી, શાંતિ જેવી અનેક બાબતો જોવા મળી રહી છે.
પંચાયત સિઝન 3નું મનોરંજક ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે જેમાં નીનાગુપ્તા, રખુબીર યાદવ અને જિતેન્દ્ર કુમારનીની કોમેડીથી લોકોને ખૂબ મજા પડી છેહાસ્ય, નાટક અને પ્રેમથી ભરપૂર આઠ એપિસોડની આ નવી સિઝન, ફુલેરામાં ગ્રામીણ જીવનમાં એક મનોરંજન પૂરું પાડવાનું છે, જેમાં આમાં પરિચિત્ર પાત્રોને અનેક બાબતોનો સંઘર્ષનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રેમ, દોસ્તી અને સામુદાયિક ભાવનાનો માર્ગ જોવા મળશે. ઘ વાયરલ ફીવરદ્રારા નિર્મિત દીપક કુમાર મિશ્રા દ્રારા નિર્દેશિત અને ચંદન કુમાર દ્રારા લિખિત સીઝન-3ની કહાની બહુ મસ્ત છે. જિતેન્દ્ર કુમાર, નીનાગુપ્તા, રઘુબીર યાદવ, ફૈસલ મલિક, ચંદન રોય અને સાંવિકા નવા રોલમાં આ વખતે જોવા મળશે.




