Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ઓનલાઈન ટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

પાકિસ્તાનના રહવાસીઓ અને પ્રવાસીઓ માટે વધુ એક માઠા સમાચાર, વૈશ્વિક ઓનલાઈન ટેક્સી બુકિંગ કંપની ‘ઉબર’ એ પાકિસ્તાનમાં તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. અગાઉ ઉબરે2022માં કેટલાક મોટા શહેરોમાં તેની સેવાઓ બંધ કરી દીધી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે “અમારી પેટાકંપનીબ્રાન્ડ ‘કરીમ’ સમગ્ર પાકિસ્તાનમાં ટેક્સી સેવાઓ આપવાનું ચાલુ રાખશે, ઉબરે2019માં 3.1 બિલિયનયુએસ ડોલરમાં હરીફ કરીમને હસ્તગત કરી હતી. તે સમયે બંને કંપનીઓએ કહ્યું હતું કે તેઓ તેમની સંબંધિત પ્રાદેશિક સેવાઓ અને સ્વતંત્ર બ્રાન્ડ્સનું સંચાલન કરવાનું ચાલુ રાખશે.ઉબરે2022માં કરાંચી, મુલતાન, ફૈસલાબાદ, પેશાવર અને ઈસ્લામાબાદમાં કામગીરી બંધ કરી દીધી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ઉબરવપરાશકર્તાઓ કે જેમના ખાતામાંબેલેન્સ છે તેઓ તેમની રકમ યોગ્ય સમયે પાછી મેળવી શકે છે અને તેમને કરીમની મફત સેવાઓ પણ મળશે.