દિવાળી બાદ પોરબંદરમાં હવે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, પોરબંદર શહેર દરિયા કાંઠે વસેલું શહેર હોવા છતા શિયાળાના સમયમાં કડકડતી ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા છે. શિયાળાના પ્રારંભે પોરબંદરમાં વુલન માર્કેટ શરૂ થઈ ગયું છે અને લોકો ગરમ વસ્ત્રોની ખરીદી શરૂ કરી દીધી છે.
