Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગાઝિયાબાદમાં બે સગા ભાઈઓ દ્વારા સગીર બહેન પર દુષ્કર્મની શર્મનાક ઘટના

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક ખુબજ શર્મનાક અને આઘાતજનક ઘટના બની હતી જેમાં, બે સગા ભાઈઓ દ્વારા સગીર બહેન પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું અને જ્યારે સગીરાના પેટમાં દુખાવાની ફરિયાદ લઈને ડોક્ટર પાસે ગઈ ત્યારે તેને ખબર પડી કે તે ગર્ભવતી છે. માતાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી, ટીલા મોડ પોલીસ સ્ટેશન ના અધિકારીઓ દ્વારા બન્ને આરોપી ભાઈઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. ગાઝિયાબાદની એક કોલોનીમાં રહેતી 14 વર્ષની સગીર બાળકી આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેના પિતાના અવસાનને કારણે તેની માતા અને બે મોટા ભાઈઓ પણ મજૂરી કામ કરે છે. એસીપી શાલીમાર ગાર્ડન સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે શનિવારે જ્યારે બાળકીના પેટમાં દુખાવો થયો ત્યારે તેની માતા તેને દિલ્હીની હોસ્પિટલમાં લઈ ગઈ. અહીં અલ્ટ્રા સાઉન્ડથી ખબર પડી કે બાળકી ગર્ભવતી છે.

બાળકી સગીર હોવાથી હોસ્પિટલમાંથી જ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પીડિતાની માતાએ તેના બે પુત્રો વિરુદ્ધ ટીલા મોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યું કે બંને ભાઈઓ લગભગ 6 મહિનાથી તેની સાથે દુષ્કર્મ કરવામાં આવતું હતું. માતા બહાર હોય ત્યારે બંને આ ખરાબ કામ કરતા હતા અને જો બાળકી પોતાની માતાને આ અંગે જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા. આ ઘટના બાબતે એસીપી એ, કહ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને પુખ્ત વયનાછે. આ અંગે બાળ કલ્યાણ સમિતિને પણ જાણ કરવામાં આવી છે. અમે પીડિતાના નિવેદનના આધારે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું.