Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ગુજરાત જાયન્ટસને વધુ એક ઝટકો, હરલીન દેઓલ ઈજાગ્રસ્ત થતા સીઝનથી બહાર થઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વિમેન્સ પ્રીમિયર લીગની બીજી સીઝનમાં અત્યારસુધી કુલ 14 મેચ રમાઈ છે. જેમાં ગુજરાતનું ટીમનું ખુબ નિરાશાજનક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટીમે અત્યારસુધી 5 મેચ રમી છે જેમાંથી એક માત્ર મેચ જીતી છે. હવે ગુજરાતની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર ખેલાડી હરલીન દેઓલના રુપમાં ઝટકો લાગવાનું કારણ તેની ઈજા છે. હરલીન દેઓલ ઈજાગ્રસ્ત થતા સીઝનની વચ્ચે બહાર થઈ છે. ગુજરાત જાયન્ટસમાંથી હરલીન બહાર થવાની જાણકારી આપ્યા બાદ રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે 29 વર્ષની ભારતની ફુલમાલીને ટીમમાં સામેલ કરવામાં આવી છે.

હરલીન દેઓલ આ સીઝન ગુજરાત જાયન્ટસ અને યુપી વોરિયર્સ વચ્ચે બેંગ્લુરુમાં રમાયેલી મેચ દરમિયાન ફીલ્ડિંગમાં ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારબાદ તે મેચમાં ઉતરી નહિ. હરલીન દેઓલનું આ સીઝનમાં પ્રદર્શન ખાસ રહ્યું નથી. 3 મેચમાં તેમણે 48 રન બનાવ્યા છે. હરલીન દેઓલને રિપ્લેસમેન્ટ કરનારી ખેલાડી ફુલમાલીને લઈ વાત કરવામાં આવે તે. તે ડોમેસ્ટ્રિક ક્રિકેટમાં વિદર્ભ ટીમમાંથી રમે છે. આ સિવાય વર્ષ 2019માં ફુલમાલીએ ભારતીય ટીમ તરફથી 2 ટી 30 મેચ રમી ચૂકી છે. ગુજરાત જાયન્ટસની ટીમને સીઝન શરુ થતા પહેલા 2 મોટા ઝટકા લાગ્યા હતા. જેમાં અનકૈપ્ટડ ફાસ્ટ બોલર કાશવી ગૌતમ ઈજાગ્રસ્ત હોવાથી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ખેલાડી લૉરેન પોતાનું નામ પરત લીધું હતુ.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!