Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

છત્તીસગઢથી નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

લોકસભા ચુંટણીના ત્રીજા તબ્બકાના મતદાન પહેલા વધુ એક નેતા એ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે,  છત્તીસગઢ થઈ નેતા રાધિકા ખેડાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે આજે ખૂબ જ પીડા સાથે હું પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહી છું. આ ઉપરાંત, હું મારા પદ પરથી રાજીનામું આપી રહી છું, તેણે કહ્યું કે હા, હું એક છોકરી છું અને લડી શકું છું અને હવે પણ હું તે જ કરી રહી છું. રાધિકાએ વધુમાં જણાવ્યું હતું કે હું મારા અને મારા દેશવાસીઓ માટે ન્યાય માટે લડતી રહીશ. રાધિકા ખેડાએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું છે કે દરેક હિન્દુ માટે ભગવાન શ્રી રામનું જન્મસ્થળ તેની પવિત્રતા સાથે ઘણું મહત્વ ધરાવે છે. દરેક હિન્દુ માત્ર રામલલાના દર્શન કરીને પોતાનું જીવન સફળ માને છે, પરંતુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.