Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જલોત્રા ગામના તમામ સમાજોએ 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંવ ચલો અભિયાન અંતર્ગત આજે વડગામના જલોત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી હતી તેમજ યુવાનો, મહિલાઓ, કી- વોટર્સ, બક્ષીપંચ અને દલિત સમાજના આગેવાનો સાથે વારાફરતી બેઠકો યોજી હતી ,જય શ્રી રામ..ના જયઘોષ સાથે મુખ્યમંત્રીનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરાયું હતું. જલોત્રા ગામના તમામ સમાજોએ 100 ટકા મતદાન ભારતીય જનતા પાર્ટી તરફી કરવાના સંકલ્પ લીધા હતો.  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડગામ તાલુકાના જલોત્રા ગામથી ગઈકાલે ગાવ ચલો… અભિયાનનો પ્રારંભ કરાવી ગામમાં જ રાત્રિ રોકાણ કર્યુ હતુ. ગાવ ચલો…. અભિયાનના બીજા દિવસે મુખ્યમંત્રીએ જલોત્રા ગામના ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી.

જ્યાં ખેડૂતોને મુખ્યમંત્રીએ સરકારની વિવિધ ખેતીલક્ષી યોજનાનું મહત્વ સમજાવ્યું હતું ગાવ ચલો… અભિયાન અંતર્ગત ખેડૂતો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિસ્તારના ખેડૂતો ટપક અને ફુવારા પદ્ધતિ દ્વારા ખેતી કરી પાણીનો સદઉપયોગ કરે છે ત્યારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રહે તે માટે વરસાદી ટીપે ટીપા પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળ ભંડારો સમૃદ્ધ બનાવીએ. તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવાનો અનુરોધ કરતા કહ્યું કે પ્રાકૃતિક કૃષિ રાસાયણિક ખેતી કરતા વધુ વળતર આપે છે અને ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે. આ વિસ્તારના 35 વર્ષ જૂના પ્રશ્નનું નિવારણ લાવી કરમાવત તળાવ ભરવા માટે સરકારે રૂ. 862 કરોડની મંજૂરી આપી છે જેનાથી 125 ગામોને ફાયદો થવાનો છે એ બદલ ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.તો ખેડૂતો સાથે મુખ્યમંત્રીની ખાટલા બેઠકને લઈને ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!