જૂનાગઢ: જૂનાગઢ યાર્ડમાં ખેડૂતોને મગફળી, સોયાબીનના સારા ભાવ મળ્યાં હતાં. મગફળીનાં એક મણનાં ઉંચા ભાવ 1900 રૂપિયા બોલાયા હતાં અને નીચા ભાવ 1100 રૂપિયા અને સામાન્ય ભાવ 1230 રૂપિયા નોંધાયા છે. જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું સારું વાવેતર થયું હતું. યાર્ડમાં એક મણ સોયાબીનનાં 1010 રૂપિયા ભાવ બોલાયો હતો. જયારે સામાન્ય ભાવ 985 રૂપિયા રહ્યો હતો અને નીચા ભાવ 950 રૂપિયા રહ્યો હતો. જયારે સોયાબીનની 2286 ક્વિન્ટલ આવક થઇ હતી. સોયાબીનનાં ભાવમાં 90 રૂપિયાનો ઘટાડો થયો છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને અડદના સારા એવા ભાવ મળ્યા હતા. 256 ક્વિન્ટલ અડદની આવક સામે એક મણનો ઉંચો ભાવ 1911 રૂપિયા અને એક મણનો નીચો ભાવ 1500 રૂપિયા અને સામાન્ય ભાવ 1800 રૂપિયા નોંધાયો હતો.
તલનાં એક મણનાં 3380 રૂપિયા ભાવ રહ્યાં હતાં. તુવેરની 33 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઉંચો ભાવ 2196 રૂપિયા નોંધાયા હતા. જૂનાગઢ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઇ રહી છે. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે. ચાલુ વર્ષે મગફળીનાં સારા ભાવ રહ્યાં હતાં. હાલ યાર્ડમાં તલ, જીરુંનાં સાર ભાવ ખેડૂતોને મળી રહ્યાં છે.
ધન-સંપત્તિની ભરમાર કરી દેશે આ છોડ, આજે જ ઘરે લાવી દો
જૂનાગઢ યાર્ડમાં ઘઉં અને બાજરાની આવક થઇ હતી. યાર્ડમા 516 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઇ હતી. એક મણનાં ઉંચા ભાવ 591 રૂપિયા અને નીચા ભાવ 500 રૂપિયા રહ્યાં હતાં. તેમજ 240 ક્વિન્ટલ ટુકડા ઘઉંનીઆવક થઇ હતી. ઉંચા ભાવ 603 રૂપિયા અને નીચા ભાવ 520 રૂપિયા રહ્યાં હતાં. આ ઉપરાંત 15 ક્વિન્ટલ બાજરાની આવક થઇ હતી. એક મણના ઉંચા ભાવ 470 રૂપિયા અને નીચા ભાવ 300 રૂપિયા રહ્યાં હતાં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
