Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરમાં ડભોડા પોલીસે વજાપુરા ગામમાં દરોડો પાડીને જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, વજાપુરા ગામમાં ભાગોળ ખાતે કેટલાક ઈસમો ભેગા મળીને તીન પત્તીનો જુગાર રમી રહ્યા છે.

જે બાતમીના પગલે પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી જોકે પોલીસ દ્વારા અહીં જુગાર રમતા ડભોડા ગામના સંજય ગાંડાજી ઠાકોર, સોનુ શૈલેષભાઈ કવિ, વલાદના ગિરીશ ફકીરજી ઠાકોર અને વીરા તલાવડીના મુકેશ અંબાલાલ ઠાકોરને ઝડપી લીધા હતા. જેમની પાસેથી 11 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો અને આ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.