હવામાન વિભાગ દ્વારા ચોમાસાની ઋતુ માટે આગાહી કરતાં જણાવ્યું હતું કે, જૂનના પહેલા સપ્તાહમાંમુંબઈમાં ચોમાસું આવી શકે છે. એવામાં BMC ડિઝાસ્ટરમેનેજમેન્ટનું કહેવું છે કે મુંબઇમાં જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચાર મહિનામાં દરિયામાં 22 દિવસ હાઈ ટાઈડ રહેશે.સાથે જ એમ પણ આગાહી કરવામાં આવી છે કે આગામી ચોમાસાની સિઝનમાં મુંબઈમાં4.84 મીટરથી ઉપરની 22 દિવસ હાઈ ટાઈડ જોવા મળે તેવી શક્યતા છે. આ હાઈ ટાઈડ જૂન અને સપ્ટેમ્બર 2024 વચ્ચે થવાની ધારણા છે.
સાથે જ આ કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પૂર પણ આવી શકે છે. તેમજ ડિઝાસ્ટરમેનેજમેન્ટે જણાવ્યું હતું કે જૂનમાં 7 દિવસ અને જુલાઈમાં4 દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. ઓગસ્ટમાં 5 દિવસ અને સપ્ટેમ્બરમાં પણ 5 દિવસ જ્યારે સપ્ટેમ્બરમાં 6 દિવસ દરિયામાં હાઈ ટાઈડ રહેશે. 20 સપ્ટેમ્બરેચોમાસાની સૌથી વધુ હાઇટાઇડ4.84 મીટર રહેશે. ચોમાસા દરમિયાન હાઈટાઈડ એ સૌથી મોટો પડકાર છે, કારણ કે હાઈટાઈડ દરમિયાન જો ભારે વરસાદ પડે તો પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા રહે છે.



