વડોદરાનાં સાંકરદા ગામમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો, આઈસર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થતાં 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અને એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતા આઈસરનો ટ્રક ને અકસ્માત નડયો હતો. આ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે વડોદરાની એએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.




