મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ નગરનાં મચ્છી બજારમાંથી ગેરકાયદેસર રીતે જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો તારીખ 14/૦૩/2024નાં રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, મચ્છી બજારમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક કિસ્સામાં વરલી મટકાનાં આંકો ઉપર જુગાર રમે છે.
જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચતા ત્યાં મુંબઈથી નીકળતા વરલી મટકાનાં આખો ઉપર જુગાર રમી રમાડતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા જોકે પોલીસે સ્થળ પરથી વરલી મટકાના આંકો લખેલ કાગળની કાપલીઓ, આંકો લખવાની એક બુક, કાર્બન પેપર, બોલપેન, મોબાઇલનાં whatsappમાંથી લીધેલ સ્ક્રીનશોટ, રોકડ રૂપિયા તેમજ 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 21,240/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસે ત્રણેય જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ….
1.જયેશ પ્રહલાદગીરી ગોસ્વામી,
2.મંગલ પ્રહલાદગીરી ગોસ્વામી અને
3.કલ્પેશ પ્રહલાદગીરી ગોસ્વામી (ત્રણેય રહે.મચ્છી બજાર, સોનગઢ).
