મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણ ગામના ચાર રસ્તા ખાતેથી બીલ વગરનો મોબાઈલ વેચવા માટે નીકળેલ અંતાપુર ગામનો યુવક ઝડપાતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો આજરોજ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગુના અંગે પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન બાતમી મળી હતી કે, એક ઈસમ બીલ વગરનો શંકાસ્પદ મોબાઈલ બેચવા માટે ફરે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો ડોલવણ ચાર રસ્તા ખાતે પહોંચ્યા હતા જ્યાં બાતમીવાળો ઈસમ મળી આવતાં તેનું નામ, ઈથાઈલ ઈશ્વરભાઈ કોટવાળીયા (રહે.અંતાપુરગામ, કોટવાળીયા ફળિયું, તા.ડોલવણ, જિ.તાપી)નાં હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ પોલીસે તેના કબ્જા રહેલ મોબાઈલ અંગે પૂછતા તેણે સંતોષકારક જવાબ ન આપ્યો હતો અને જેની કિંમત રૂપિયા 25,000/- હતી. બનાવ અંગે ડોલવણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




