દારૂ નીતિ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આમ આદમી પાર્ટીના ટોચના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જસ્ટિસ સંજીવખન્ના અને જસ્ટિસ દીપાંકરદત્તાની બેન્ચે શુક્રવારે આ નિર્ણય આપ્યો હતો. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં 25મી મેના રોજ છઠ્ઠા તબક્કાનું મતદાન છે, તે પહેલા કેજરીવાલને જામીન મળવી આમ આદમી પાર્ટી માટે કોઈ મોટી રાહતથી ઓછી નથી. દિલ્હીનામુખ્યમંત્રીનીEDએ 21 માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. તે 1 એપ્રિલથીતિહાર જેલમાં બંધ છે.
જામીન મળ્યા બાદ કેજરીવાલ જેલમાંથી મુક્ત થશે. જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલ ચૂંટણી પ્રચારમાં ભાગ લઈ શકે છે અને પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. કારણ કે કેજરીવાલ આમ આદમી પાર્ટીનો સૌથી મોટો ચહેરો છે. તેથી ચૂંટણી પ્રચારમાં તેમની એન્ટ્રીચોક્કસપણે પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને ઉત્સાહિત કરશે એટલું જ નહીં, પરંતુ દિલ્હીના ચૂંટણી વાતાવરણમાં પણ બદલાવ જોવા મળશે. તેમની પાર્ટીને પ્રોત્સાહન મળશે. કેજરીવાલનીED દ્વારા 21 માર્ચે દારૂ નીતિ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે 1 એપ્રિલથીતિહાર જેલમાં બંધ છે.
આમ આદમી પાર્ટી તેના નેતા કેજરીવાલ માટે સતત મહેનત કરી રહી હતી, વિરોધ કરી રહી હતી અને ન્યાયની માંગ કરી રહી હતી. આજે જ્યારે કેજરીવાલનેસુપ્રીમકોર્ટમાંથી રાહત મળી છે ત્યારે નેતાઓ અને કાર્યકરોમાંખુશીની લહેર છે. કેજરીવાલના વચગાળાના જામીન પર 7 મેના રોજ ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અનેક દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અટકાવી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે અમે શુક્રવારે અમારો ચુકાદો આપીશું.




