Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત : ગાઢ ધુમ્મસનાં દિલ્હી તરફ આવી રહેલ 11 ટ્રેનો મોડી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારે ગાઢ ધુમ્મસના કારણે દેશના વિવિધ ભાગોમાંથી દિલ્હી તરફ આવી રહેલી 11 ટ્રેનો મોડી ચાલી રહી છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે ત્યારે હજુ પણ ઠંડી ઘટવાના કોઈ સંકેતો દેખાતા નથી. છેલ્લા ઘણા દિવસથી પડી રહેલી ઠંડીને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહી છે ત્યારે પણ પંજાબથી લઈને દિલ્હી-એનસીઆર અને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધીનો સમગ્ર ઉત્તરપૂર્વ ભારતમાં તીવ્ર ઠંડીનો કેર યથાવત છે.

હવામાન વિભાગે આગામી 23 જાન્યુઆરી સુધી ઠંડી અને ધુમ્મસને લઈને પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપી માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સમય દરમિયાન, પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાન 2-10 ડિગ્રી વચ્ચે રહેશે. ગાઢ ધુમ્મસના કારણે રોડ, રેલ અને હવાઈ સેવાઓ પર અસર પડી રહી છે. આજે પણ દિલ્હી તરફ આવતી 11 ટ્રેન મોડી ચાલી રહી છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર ધુમ્મસના કારણે 220 ફ્લાઈટ પ્રભાવિત થઈ છે તેમજ સાત ફ્લાઇટ રદ કરવામાં આવી હતી જ્યારે અન્ય સાત ફ્લાઈટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાર ફ્લાઈટ્સ પાંચ કલાકથી વધુ મોડી પડી હતી.