Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

Arrest : નદી કિનારે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

વ્યારાનાં કાનપુરા ખટાર ફળિયા ખાતેના નદી કિનારા પાસે ખુલ્લી જગ્યામાં વગર પાસ પરમિટે જુગાર રમતા ત્રણ જુગારીઓ ઝડપાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા પોલીસે રવિવારના રોજ મોડી સાંજે બાતમીનાં આધારે કાનપુરા ખટાર ફળિયા ખાતેના નદીના કિનારા પાસે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું કરી પૈસા વતી હારજીતનો જુગાર રમતા ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.

જયારે પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાનાં સાધનો જેમાં અલગ અલગ દરની ચલણી નોટાના રોકડા રૂપિયા, તથા ઝડપાયેલ જુગારીઓના અંગઝડતીનાં અલગ અલગ દરની ચલણી નોટો અને 2 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,730/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ નરેશ મૂળચંદભાઈ ભોઈ (રહે.ગોલવાડ, પાણીની ટાંકી પાસે, વ્યારા), યોગેશ રઘુભાઈ ગામીત (રહે.ચોરવાડ ગામ, ખટાર ફળિયું, સોનગઢ) અને સુધીર રમેશભાઈ કોંકણી (રહે.ભોજપુર ગામ, નિશાળ ફળીયું, વ્યારા)નાઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.