Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ફિલ્મ ‘લાહોર 1947’માં અલી ફઝલનો મહત્ત્વનો રોલ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આમિર ખાને પ્રોડ્યુસર તરીકે ‘લાહોર 1947’ બનાવવાની જાહેરાત કરી છે. તેનું ડાયરેક્શન રાજકુમાર સંતોષીને અપાયું છે અને લીડ રોલમાં સની દેઓલની પસંદગી થઈ છે. આમિર ખાન, રાજકુમાર સંતોષી અને સની દેઓલ પહેલી વાર આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મની કાસ્ટમાં સની દેઓલ ઉપરાંત અગાઉ પ્રીતિ ઝિંટા, શબાના આઝમી, અભિમન્યુ સિંગ અને મોના સિંગ ફાઈનલ થયા  હતા. હવે તેમાં અલી ફઝલને પણ મહત્ત્વનો રોલ અપાયો છે.  ગલીયોં કી રાસલીલા રામ-લીલા, કિસી કા ભાઈ કિસી કી જાન જેવી ફિલ્મોથી જાણીતા બનેલા અભિમન્યુ સિંગ ‘લાહોર 1947’માં વિલનનો રોલ કરવાના છે.  વેબ સિરીઝ મિરઝાપુરમાં ગુડ્ડુ ભૈયાના કેરેક્ટરથી જાણીતા બનેલા અલી ફઝલે ‘ફુકરે’માં ઝફર ભાઈનો રોલ કર્યો હતો. અલીના સમાવેશ સાથે ફિલ્મની કાસ્ટ વધારે મજબૂત થઈ છે. આ ફિલ્મમાં આમિર ખાનનો ગેસ્ટ એપિયરન્સ જોવા મળે તેવી શક્યતા પણ છે.