Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

ફિલ્મ ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’માં વરુણ ધવન અને જાન્હવી કપૂરની પસંદગી થઇ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોયકોટ ટ્રેન્ડનો ભોગ બની ચૂકેલા કરણ જોહરની ફિલ્મો હિટ થઈ રહી છે ત્યારે તેમણે વધુ એક ફિલ્મ એનાઉન્સ કરી છે. પોતાની જૂની અને જાણીતી સ્ટાઈલમાં કરણ જોહરે રોમેન્ટિક ફિલ્મ બનાવવા તૈયારી શરૂ કરી છે. ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ટાઈટલ ધરાવતી આ ફિલ્મના લીડ રોલમાં વરુણ ધવન અને જાન્હવી કપૂરની પસંદગી થઈ છે. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મ બનશે. ડાયરેક્શનની જવાબદારી શશાંક ખૈતાનને સોંપવામાં આવી છે. કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર થીયેટર સ્ક્રિન પર એન્ટરટેઈનમેન્ટથી ભરપૂર લવ સ્ટોરીની એનાઉન્સમેન્ટ કરી હતી. વરુણ અને જાન્હવીએ પણ સોશિયલ મીડિયા પર આ ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં દાયકાઓ સુધી લવ સ્ટોરીનો દબદબો રહ્યો હતો અને તેમાં કરણ જોહરની રોમેન્ટિક ફિલ્મો મોખરે રહેતી હતી. કોરોના બાદ શરૂ થયેલા એક્શન ફિલ્મોના વાવાઝોડામાં રોમેન્ટિક ફિલ્મોથી દૂર રહેવાનું ફિલ્મ મેકર્સ પસંદ કરતા હતા. પાછલા કેટલાક સમયમાં રોમેન્ટિક ફિલ્મો પણ સારી ચાલી હોવાથી કરણ જોહર ફરી જૂની સ્ટાઈલમાં આવી ગયા છે.