સુરતમાં અવારનવાર અકસ્માતના સમાચાર સામે આવતાં જ રહેતાં હોય છે. આજે જ સુરતમાં એક બીઆરટીએસ બસ ચાલકે ફરી અકસ્માત કર્યો હતો. સુરતમાં બીઆરટીએસ બસ ચાલકનો આતંક યથાવત છે. બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત સર્જીને યુવકને અડફેટે લેતાં મોત નીપજ્યું હતું.
ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં એક બીઆરટીએસ બસ ચાલકે બેફામ રીતે બસ હંકારીને આતંક મચાવી દીધો હતો. સુરતના ભેસ્તાન વિસ્તાર પાસે બીઆરટીએસ બસ ચાલકે ભેસ્તાન વિસ્તારમાં એક રોડ ક્રોસિંગ પર અકસ્માત કર્યો હતો. ભેસ્તાનાના સિદ્ધાર્થ નગર બીઆરટીએસ પાસે બીઆરટીએસ બસ ચાલકે અકસ્માત કર્યો હતો.
સુરતના ભેસ્તાર વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગર પાસે બીઆરટીએસના બેફામ બસ ચાલકે ક્રોસિંગ પર એક યુવકને અડફેટે લીધો હતો. આ બીઆરટીએસ બસ ચાલકે રોડ ક્રોસ કરતાં યુવાને અડફેટે લેતાં યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીઆરટીએસ એ અકસ્માત કરતાં આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને થતાં જ સુરત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી : પાલીસે ઘટના સ્થળે પહોંચીને બીઆરટીએસ બસ ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી અને અકસ્માતમાં મોત થયેલ યુવાનના પરિવારજનોને જાણ કરી હતી. ઘટના સ્થળે ટોળેટોળાં વળી ગયાં હતો જેને પોલીસે દૂર કર્યાં હતાં જેથી અમદાવાદમાં બનેલ તથ્ય પટેલ અકસ્માત જેવો બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધી હતી.




