Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બે બાળકી અને એક નવજાત શીશુને માતા-પિતા ગ્વાલિયર રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્યપ્રદેશના ગ્વાલિયર રેલવે સ્ટેશન પર એક ખુબજ આઘાત જનક ઘટના બની હતી જેમાં ત્રણ માસુમ બાળકો લાવારીશ હાલતમાં મળી આવ્યા હતા. તેમના માતા-પિતા ત્રણેયને રેલવે સ્ટેશન પર તરછોડીને ચાલ્યા ગયા હતા. આ ઘટનામાં મળતી માહિતી મુજબ ગ્વાલિયર રેલવે સ્ટેસનના પ્લેટફોર્મ નંબર 1 પરથી પોલીસને છ થી સાત વર્ષની બે બાળકી તથા એક નવજાત શીશુલા વારીશ હાલતમાં મળી આવ્યા હતા.

નવજાત શીશુની હાલત ઠીક ન હોવાથી તેને સારવાર અર્થે કમલા રાજે હોસ્પિટલ સારવાર માટે મોકલવામાં આવ્યું હતું. આરપીએફ સ્ટેશનથી મળેલી માહિતી મુજબ કેટલાક પ્રવાસીઓ અને રિક્ષા ચાલકો દ્વારા તેમને બે બાળકીઓ અને નવજાત શીશુ અંગે માહિતી મળી હતી. બાળકીઓએ પોલીસને કહ્યું હતું કે તે તેમના માતા-પિતા સાથે ધૌલપુરથી અહીં આવ્યા હતા. માતાપિતા ક્યાં ગયા તેની તેમને ખબરજ ન હતી. બાળકીઓને બાલિકા ગૃહમાં મોકલી આપવામાં આવી છે. જ્યારે નવજાત શીશુને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયું છે. આ અંગે પોલીસ બાળકોના માતા-પિતાની શોધ કરી રહી છે.