Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બોટાદ શહેરમાં સગીર યુવતીનો આપઘાત : પોલીસ 4 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બોટાદમાંથી એક હેરાન કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર યુવતી અને તેનો પિતા શહેરનાહરણકુઈ વિસ્તારમાં રહે છે. સગીર યુવતીના પિતા ચમનભાઈ જકશીભાઈ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરની આસપાસ વિપુલ ધુઘાભાઈ જીલીયા નામનો યુવાન વારંવાર આંટાફેરા મારતો હતો. આથી સગીરાના પિતાએ યુવકના પિતા સાથે વાત કરી. તેમણે કહ્યું કે તમારા દિકરાને સમજાવા મારા ઘર પાસે કારણવગર આંટા ના મારે. પિતા સુધી વાત પંહોચતા યુવક ગુસ્સે થયો અને સગીરાના પિતા સાથે ઝગડો કરી મારી નાખવાની ધમકી આપી.

યુવક અને પિતાનો ઝગડો જોઈ સગીરા વધુ મુંઝાઈ ગઈ હતી અને સગીર યુવતીને વધુ લાગી આવતા તેણે ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. યુવકની ધમકીથી સગીરાડરી ગઈ અને 11મેના રોજ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં સારવાર દરમ્યાન તેનું 14મેના રોજ મૃત્યુ થયું. પુત્રીનું મોત થતા પિતાએ બોટાદ પોલીસમાં ફરિયાદ કરી.  પોલીસે ચાર શખ્સ વિપુલ ઘુઘાજીલીયા, ઘુઘાભાઈ જીલીયા, રવજીભાઈ ગડાભાઈ, મફોરામુભાઈ વિરુદ્ધ 504, 506 કલમ મુજબ હેઠળગુનો દાખલ કર્યો હતો. પોલીસ તમામ આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોતાની લાડલી દિકરીનું મોત થતા પિતાએ આરોપીને પકડ ફાંસી લગાવવાની માંગ કરી.