Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

મધ્યપ્રદેશ બોર્ડર પર પોલીસ અને SITની કાર્યવાહી : ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં રોકડ અને ચાંદી ઝડપાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

દેશમાં અવારનવાર બિનવારસી હાલતમાં કેટલીક વસ્તુઓનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે આવી જ ઘટની ફરી એક વાર સામે આવી છે.  ખાનગી ટ્રાવેલ્સ બસમાં બિનવારસી હાલતમાં  રોકડ અને ચાંદી ઝડપાઈ છે. ઇન્દોરથી ગુજરાત આવતી બસમાં તપાસ સમયે ચાંદી અને રોકડ મળી આવી હતી. મધ્યપ્રદેશની પીટોલ બોર્ડર પર પોલીસ અને SITએ સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરી હતી . ગુજરાત અને મધ્યપ્રદેશને બોર્ડર પર મધ્ય પ્રદેશની પોલીસે ચેકિંગ હાથ ધર્યુ હતુ તે સમયે રોકડ અને ચાંદી ઝડપાઈ હતી, જેનું મુલ્ય લગભગ 1 કરોડથી વધુ છે. બીજી તરફ લોકસભાની ચૂંટણીના પગલે આંતરરાજ્ય બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. જેમાં ગુજરાત – રાજસ્થાન બોર્ડર, ગુજરાત – મધ્ય પ્રદેશ બોર્ડરનો પણ સમાવેશ થાય છે.