મહેસાણાથી 18 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો આવ્યો હતો. આ આંચકાની રિક્ટરસ્કેલ પર તીવ્રતા 2.6 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પણ મહેસાણાથી 18 કિ.મી. દૂર નોંધવામાં આવ્યું હતું. ભૂકંપના આંચકો મહેસાણા સુધી અનુભવાયા છે, પણ બહુમાળી બિલ્ડિંગોમાં રહેનારાઓને તેની થોડીક અસર અનુભવી હતી. જોકે આંચકાની તીવ્રતા ઓછી હોવાથી જોખમ નથી. પણ આ આંચકો આવવા માંડ્યો તે જોખમ છે. મહેસાણા શહેરે પણ આંચકો અનુભવતા લોકોમાં ડરનું વાતાવરણ છે.




