Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

માણસા પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી 32 વર્ષ બાદ ઝડપાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગાંધીનગરનાં માણસા શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છેતરપિંડી કરવાના ગુન્હામાં નાસતા ફરતા આરોપીની પોલીસ દ્વારા 32 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે. જે ગુનો આચરવા સમયે આરોપીની ઉંમર 28 વર્ષની હતી અને પોલીસ તેના સુધી પહોંચી ત્યાં સુધીમાં 60 વર્ષનો થઇ ગયો હતો. હાલ ચૂંટણીના અનુસંધાને પોલીસ દ્વારા નાશતા ફરતા આરોપીઓને પકડવા ચલાવાઇ રહેલી ઝુંબેશ અંતર્ગત આ શખ્શ પકડાયો હતો. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાયેલી રહે તેના માટે પોલીસ દ્વારા નાશતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે વિશેષ અભિયાન ચલાવાતું હોય છે.

આ વખતની ચૂંટણી જાહેર થયાના પગલે પણ આ દિશામાં પોલીસને સક્રિય કરવામાં આવી છે. તેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1 દ્વારા જિલ્લામાં નોંધાયેલા મિલકત વિરોધી સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની યાદી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી મેળવીને આવા આરોપીઓને પકડવા માટે હ્યુમન રિસોર્સને કામે લગાડવામાં આવ્યા હતાં. દરમિયાન વર્ષ 1992નાં વર્ષમાં માણસા પોલીસ મથકમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનાનો આરોપી રમેશભાઇ વલ્લભભાઇ બારાઇ રાજકોટમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતો હોવાની માહિતી મળવાના પગલે પોલીસની ટુકડીને રાજકોટ મોકલી આરોપીને ઝડપી લઇ માણસા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.