‘પુષ્પા’ રીલીઝ થયા બાદ નેશનલ ક્રશ તરીકે ઓળખાવાયેલી રશ્મિકા મંદાના તેની હિંદી ડાયલોગ ડિલીવરી માટે હવે ટ્રોલ થઈ રહી છે. લોકો તે એક ઓવરરેટેડ એકટ્રેસ હોવાનો ચુકાદો આપી રહ્યા છે.
રશ્મિકાની આગામી ફિલ્મનું ટ્રેઈલર તાજેતરમાં રજૂ થયું છે. તેમાં રશ્મિકા એવો ડાયલોગ બોલે છે કે પ્યાર જોગ નહીં રોગ હૈ, મૈં દિલ સે ચાહતી હું કે કાશ વો ઉસ દિન મર ગયે હોતે.
આ ડાયલોગ રશ્મિકાએ જે રીતે ડિલિવર કર્યો છે તેના લીધે તે ભારે ટ્રોલ થઈ રહી છે.
તેના હિન્દી ડાયલોગ સાંભળી લોકો માથું ખંજવાળી રહ્યા છે. આ કઈ ભાષા બોલે છે અને આને હિન્દીનું પ્રાથમિક જ્ઞાાન પણ છે કે નહીં તેવો સવાલ લોકો કરી રહ્યા છે.
કેટલાક લોકોએ તો એવી ટિપ્પણી કરી હતી કે રશ્મિકા જેટલી પણ વાર સ્ક્રીન પર હોય અને તે ડાયલોગ બોલે તેટલા સમય માટે સ્ક્રીન પર હિંદી સબટાઈટલ્સ દર્શાવવાં જોઈએ. તો જ રશ્મિકા શું બોલી રહી છે તે સમજી શકાશે.
કેટલાક લોકો રશ્મિકાના સીન એપ્રૂવ કેવી રીતે થાય છે અને તેને કોઈ સારો ડબિંગ આર્ટિસ્ટ કે વોઈસ મોડયુલેશન ઈન્સ્ટ્રકટર કેમ ફાળવવામાં આવતો નથી તે વિશે પણ નવાઈ વ્યક્ત કરી છે.



