Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

રાજ્યપાલશ્રી તાપી જિલ્લાની મુલાકાતે આવતાં કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપનને અનુલક્ષીને કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

આગામી તારીખ 13મી માર્ચ રોજ ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના હરિપુર ખાતે પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન કાર્યક્રમમાં પધારનાર છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે કાર્યક્રમના સુચારું આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ રાજ્યપાલશ્રીના કાર્યક્રમ સંદર્ભે કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યા હતા. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સુરક્ષા, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, ટ્રાફીક નિયમન, વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથેની ચર્ચાઓ સહિત કેટલીક જરૂરી સુચના આપી હતી.