અમદાવાદના વટવા માં આવેલી લીઓ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા ખુબજ સારું અને સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે. આજની યુવા પેઢીમાં માર્ગ સુરક્ષાને પ્રોત્સાહિત કરવાના સક્રિય પ્રયાસરૂપે, લીઓ ઇંગ્લિશ સ્કૂલ, વટવા અને અમદાવાદ ટ્રાફિક પોલીસ ના “જે” ડીવીઝન દ્વારા હેલ્મેટ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ટુ-વ્હીલર કે સાયકલ ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો અને જવાબદાર માર્ગ વર્તનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
માર્ગ અકસ્માતો એક પ્રચલિત ચિંતા છે, ખાસ કરીને ઉતાવળ મકે મોડું થયુ હોય ત્યારે જાનહાનિ અટકાવવા અને બધા માટે સુરક્ષિત રસ્તાઓ સુનિશ્ચિત કરવામાં શિક્ષણ અને જાગૃતિની મહત્વપૂર્ણ ભૂમિકાને ભજવવામાં આવી હતી. હેલ્મેટ અવેરનેસ પ્રોગ્રામમાં ગુજરાત ટ્રાફિક પોલીસના નિષ્ણાતો દ્વારા આયોજિત ઇન્ટરેક્ટિવ સત્રો, પ્રદર્શનો અને માહિતીપ્રદ વર્કશોપ દર્શાવવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાનું મહત્વ, તેને પહેરવાની યોગ્ય રીત અને રસ્તા પર ચાલતી વખતે સલામતીના પગલાની અવગણનાના સંભવિત પરિણામો વિશે જાણવામાં આવ્યું હતું.
“અમે માનીએ છીએ કે નાની ઉંમરે માર્ગ સલામતીની ટેવ પાડવી એ સર્વોપરી છે,” લીઓ ઇંગ્લિશ સ્કૂલના પ્રિન્સિપાલ અને સિનિયર ટીચરે જણાવ્યું હતું કે,”અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ સાથેના આ સહયોગ દ્વારા, અમારો ઉદ્દેશ્ય અમારા વિદ્યાર્થીઓને રોડ અકસ્માત થી જાગૃત અને એક જવાબદાર પસંદગીઓ કરવા અને સુરક્ષિત માર્ગ પર્યાવરણમાં યોગદાન આપવા માટે જરૂરી જ્ઞાન અને જાગૃતિ સાથે સશક્ત બનાવવાનો હતો.” લીઓ ઇંગ્લિશ સ્કૂલ, વટવા આ કાર્યક્રમને શક્ય બનાવવા માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો તેમના સમર્થન અને સહયોગ બદલ આભાર માન્યો હતો.




