Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

શિવરાજ સિંહચૌહાણ ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક યુવકે સ્ટેજ પર ચઢીને તેમનું માઈક છીનવી લેવાનો પ્રયાસ કર્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મધ્યપ્રદેશમાં ત્રીજા તબક્કાના મતદાન પહેલા ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે ત્યારે મધ્ય પ્રદેશના વિદિશાથી ભાજપના ઉમેદવાર અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહચૌહાણ શનિવારે ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે એક યુવકે સ્ટેજ પર ચઢીને તેમનું માઈક છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ એક મોટી સુરક્ષામાં ચૂક ગણી શકાય. કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર મનોજ દુબેએ આ ઘટના બાબતે કહ્યું કે તેમને પણ સોશિયલમીડિયા દ્વારા ઘટનાની જાણ થઈ છે અને વિદિશાના માધવ નગર વિસ્તારમાં બનેલી આ ઘટના વિશે માહિતી એકઠી કરી રહ્યા છીએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે હજુ સુધી યુવકને પોલીસને સોંપવામાં આવ્યો નથી.