Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણી ઉપર, Hollywoodમાં પીએમ મોદીનો પ્રચાર

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ભારતમાં લોકસભા ચૂંટણીનો રંગ જામી રહ્યો છે. સમગ્ર વિશ્વની નજર ભારતની ચૂંટણી ઉપર છે. વડા પ્રધાન મોદી અને ભાજપ ‘અબકી બાર 400 પાર’નો નારો આપી રહ્યા છે. ભારત સહિત વિદેશોમાં પણ આ ગુંજ સંભળાઈ રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા અમેરિકાના વિવિધ શહેરોમાં ભાજપની તરફેણમાં કાર્યક્રમો યોજાયા હતા. કેલિફોર્નિયાના લોસએન્જલસ ના હોલિવુડ કોનાર્ક થીએટર્સ ખાતે પણ ભાજપ કાર્યકરો અને સમર્થકોએ ભવ્ય કાર્યક્રમ આયોજિત કર્યો હતો. ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીની ગરમ હવા વિદેશમાં પણ પહોંચી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ એનડીએ ગઠબંધન રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા, જમ્મુ કાશ્મીરની કલમ 370 હઠાવવી, ટ્રિપલ તલાક , જેવા મુદ્દાઓને આગળ કરી રહ્યું છે.

તો બીજી તરફ ‘ઇન્ડિયા’ ગઠબંધન બેરોજગારી, મોંઘવારી, બંધારણીય સંસ્થાઓ નબળી પડવી, જાતિગત જનગણના જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે. અમેરિકામાં વસતા ભારતીય અમેરિકનોએ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની આગેવાનીમાં અમેરિકાના 16 થી વધુ શહરોમાં ભાજપના સમર્થનમાં રેલી અને સભા યોજી અને નરેદ્ર મોદીની તરફેણમાં ભાજપને મત આપવા આહવાન કર્યું હતું. કેલિફોર્નિયાના લોસએન્જલસ ના હોલિવુડ કોનાર્ક થીએટર ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીની વેસ્ટ ઝોન દ્વારા ભવ્ય કાર્યક્રમ આયોજિત કરાયો હતો.જેમાં ભારતીય અમેરિકનો, હોદ્દેદારો, કાર્યકરો અને ભાજપ સમર્થકોએ હાજરી આપી હતી.જ્યાં નરેન્દ્ર મોદી સરકારના સાહસિક કર્યો, યોજનાઓ, વ્યાપાર અને વિદેશ નીતિ સહિતની ઉપલબ્ધિઓ તેમજ  તે થકી ઊભી થયેલ વૈશ્વિક પ્રસિદ્ધિ અને પ્રતિષ્ઠાની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે આ તબક્કે સાઉથ એશિયન બિઝનેસ નેટવર્ક – સબાનના વાઇસ ચેરમેન યોગી પટેલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકારમાં હિન્દુઓનું આસ્થા કેન્દ્ર એવું ભવ્ય રામમંદિરનું નિર્માણ થયું, કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવી છે. 2014 પછી મોદીએ ગરીબી હટાવવાનું કામ કર્યું હતું જેમાં પણ નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે. સમગ્ર વિશ્વમાં ભારતીયોનું સ્વાભિમાન વધાર્યું છે. મુસ્લિમ બહેનોને ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવી છે. માત્ર બહેનો જ નહીં પરંતુ સમગ્ર મુસ્લિમ પરિવારને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી છે. ભ્રષ્ટાચારની કાર્યવાહીમાં EDએ દસ વર્ષમાં ભ્રષ્ટાચારીઓ પાસેથી રૂ. 1 લાખ કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરી છે. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનાવવાની ખાતરી આપી છે. ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત એટલે કે લોકોની આવક વધશે. નોકરીની તકો વધશે.

ગામડાઓ અને શહેરોમાં સુવિધાઓ વધશે. આ તબક્કે ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના જેવું સંકટ આવ્યું ત્યારે દુનિયા વિચારતી હતી કે ભારત બરબાદ થઈ જશે અને દુનિયા પણ બરબાદ થઈ જશે. આ કટોકટીમાં મોદી સરકારે હિંમતભેર સામનો કર્યો હતી.આ પડકાર પરિસ્થિતિમાંથી બહાર લાવી ભારત દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી. ભાજપે દેશને પ્રથમ દલિત રાષ્ટ્રપતિ, આદિવાસી રાષ્ટ્રપતિ આપ્યા છે. આ પ્રસંગે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી વેસ્ટ ઝોનમાં કો. ઓર્ડીનેટર પી.કે.નાયકએ જણાવ્યું હતું કે ભાજપ સરકારનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો મોદીયુગ બની રહેશે. મોદી સરકારે પ્રમાણિકતાથી કામ કર્યું છે, જેથી ભારત ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. આ ચૂંટણી વિશ્વની વિધ્વંસક શક્તિઓ અને ભારતની સનાતન શક્તિઓ વચ્ચેનું ભીષણ યુદ્ધ જ છે અને નરેન્દ્ર મોદી સનાતન ધર્મના રક્ષક છે.જેથી ભાજપને વોટ આપી વિજયી બનાવવા અને ભારતના સર્વે નાગરિકોને અંહી વસતા ભારતીયોને તેમના મિત્ર, સ્નેહી અને કુટુંબીજનોને આ વાત પહોચાડવા અપીલ કરી છે.