સાબરકાંઠા SP કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્રણ જેટલા લોકોએ કર્મચારીને નોકરીમાં પરેશાન કરી મુકવા માટે અરજીઓ કરીને હેરાનગતી કરી મુકી હતી. મુખ્યમંત્રી સુધી અરજીઓ કરીને સામાન્ય કર્મચારીને પરેશાન કરી મુકવાને પગલે આખરે કંટાળી જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતના પ્રયાસ પહેલા કર્મચારીએ મોબાઇલથી એક વીડિયો પોતાનો રેકોર્ડ કર્યો હતો.
જેમાં પોલીસ કર્મચારીએ પોતાના પર ગુજારવામાં આવી રહેલા અસહ્ય ત્રાસને રડતા રડતાં જ વર્ણવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે પણ હવે તપાસ હાથ ધરી છે. મોડાસા શહેરમાં રહેતા અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા મહેશ નાયીએ અંતિમ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો. કારમાં બેસીને એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેણે પોતાના ગુજારવામાં આવી રહેલા ત્રાસને વર્ણવ્યો હતો. જેમાં તેણે બતાવ્યુ હતુ કે છેલ્લા કેટલાક સમયથી પિતા-પુત્ર અને અન્ય એક શખ્શ એટી પટેલ ત્રાસ ગુજારી રહ્યા છે.




