AI એક એવું નામ છે જેણે આજે આખી દુનિયાને ચોંકાવી દીધી છે. AIમાં દરરોજ નવા ફેરફારો આવી રહ્યા છે જે આપણા રોજિંદા કાર્યોને સરળ બનાવી રહ્યા છે, કેટલાક નિષ્ણાંતોના મતે AI એક એવું સત્ય છે કે જો ધ્યાન આપવામાં નહીં આવે તો ટૂંક સમયમાં માનવ સભ્યતા પર શાસન કરવાનું શરૂ કરશે. AI કંઈ કરે કે ન કરે પાડોશી દેશ ચીન તેની હરકતો ઓછી કરવાનું નામ નથી લઈ રહ્યું. ચીનને બધાની ખબર રાખવાની આદત છે. ત્યારે એવી ચર્ચા છે કે ચીન એક નવું AI ‘સુપર બ્રેઈન’ બનાવી રહ્યું છે જે લાખો પશ્ચિમી વૈજ્ઞાનિકો પર નજર રાખી શકશે.
સાયબર એક્સપર્ટ્સનું કહેવું છે કે ચીન AIને લઈને ખૂબ જ પ્રગતિશીલ રહ્યું છે. ચીન એક AI બનાવી રહ્યું છે જેની મદદથી તે તેના સૈનિકોની વફાદારીનું પરીક્ષણ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચીનનું આ નવું AI ગુનાઓની પણ આગાહી કરશે. આ AIની મદદથી ચીન વૈશ્વિક સ્તરે સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકો, સંશોધકો અને વ્યક્તિગત નિષ્ણાતોને નિશાન બનાવશે. તે શોધી કાઢશે કે તેઓ શું કરી રહ્યા છે, તેઓ કેવા પ્રકારનું સંશોધન કરી રહ્યા છે.
ડેટાની મદદથી આ ચાઇનીઝ AI તેમના મગજને વાંચશે અને તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેનઝેન શહેર સરકાર તેના વિકાસ માટે 220 મિલિયન પાઉન્ડથી વધુનું રોકાણ કરી રહી છે. આ ચીનને અત્યાર સુધીની સૌથી અનોખી ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે. સાયબર નિષ્ણાતો માને છે કે વૈશ્વિક લોબી બનાવવાની જરૂર છે. જો આવું થાય તો તે માત્ર એક દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો બની શકે છે.
