Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સુરેન્દ્રનગરનાં દસાડા તાલુકામાં ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

બેફામ ચાલતા ડમ્પર ચાલકો અવારનવાર અકસ્માત સર્જે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા વિસાવડી રોડ વિહતમાતાના મંદિર પાસે ડમ્પરે લોડીંગ રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાચાલકનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. વડગામમાં રહેતા પિતા અને પુત્ર લોડીંગ રિક્ષામાં લાકડા ભરી જઈ રહ્યા હતા ત્યારે પાછળથી બેફામ ડમ્પરચાલકે ટક્કર મારતારીક્ષાફંગોળાઈ હતી અને રીક્ષાચાલકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

સદનસીબેસગીરને કોઈ ઈજા પહોંચી ન હતી. ગંભીર ઈજાને પગલે ૩૧ વર્ષીય મુકેશકરશનભાઈરાવળ ( રહે.વડગામ,તા.દસાડા,જિ.સુરેદ્રનગર)નુ સગીર પુત્રની સામે જ કરુણ મોત નીપજ્યુંહતુ.‌ અકસ્માત સર્જીઅજાણ્યોડમ્પરચાલક ફરાર થયો હતો. બનાવની જાણ થતા ઝીંઝુવાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનેપોસ્ટમોર્ટમ અર્થે પાટડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ફરાર ડમ્પર ચાલકને શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.