મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં મોહપાડા ગામની સીમમાંથી વગર પાસ પરમિટે બાઈક પર વિદેશી દારૂનાં જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા, જયારે આ કામે ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો મંગળવારના રોજ પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડ માટે નીકળ્યા હતા તે સમયે ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે પોલીસ સ્ટાફના માણસોએ મોહપાડા ગામની સીમમાં, સોનગઢ ફાટા પાસેના જાહેર રોડ ઉપરથી બે ઈસમોને પાસ પરમિટ વગર ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
જયારે પોલીસ પૂછપરછમાં બંને ઈસમો નામ જણાવતા પહેલાએ પોતાનું નામ, ભારત ઉત્તમ મોરે અને બીજાનું નામ જ્ઞાનેશ્વર નિંબા સાસકે (બંને રહે.જૈતાને ગામ, તા.સાંકરી, જિ.ધુલિયા)નાં હોવાનું જણવ્યું હતું. આમ, પોલીસે સ્થળ ઉપરથી બે બાઈક, બે નંગ મોબાઈલ અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 1,08,150/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, જયારે આ કામે સ્થળ ઉપરથી પોલીસને જોઈ ભાગી ભુટેલ ઈસમ સુરેશ દિલીપ વડર(શિંદે) રહે.જૈતાને ગામ, તા.સાંકરી, જિ.ધુલિયા) તેમજ વિદેશી દારૂનો મુદ્દામાલ પૂરો પાડનાર શાંતિ વાઈન શોપમાં કામ કરનાર ઈસમ જેનું નામ સરનામાંની ખબર નથી અને વિદેશી દારૂ મંગાવનાર અમિત સુમનભાઈ ચૌધરી (રહે.વાંસકૂઈ ગામ, તા.બારડોલી, જિ.સુરત) નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસે ઝડપાયેલ બે ઈસમો ગુનો નોંધી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જયારે ત્રણ જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
