Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સોનગઢ ખાતેની કોલેજમા 23મો વાર્ષિકોત્સવ યોજાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ સોનગઢનો 23મો વાર્ષિકોત્સવ અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાસલ કરનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. જયારે આ સમારંભના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય-172 વિધાનસભાના, ઉદઘાટક કુલપતિશ્રી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત સંયુક્ત સચિવશ્રી અને તાપી જિલ્લા ક્રિકેટ એશોશીએનના પ્રમુખ, સરકારી વિનયન કોલેજ ઉચ્છલના આચાર્ય, સરકારી બી.એડ. કોલેજ વાંસદાના આચાર્ય, સરકારી વિજ્ઞાન કોલેજ સોનગઢના આચાર્ય, સરકારી વિજ્ઞાન કોલેજ ચીખલીના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જયારે આ સમારંભનાં અધ્યક્ષએ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વકતત્વ તથા જીવનમાં શિક્ષણનું મહત્વ સાથે સારું શિક્ષણ મેળવી આગળ વધવા માટે શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ કુલપતિશ્રીએ પણ વર્તમાન સમય ટેકનોલોજીનો સમય છે અને આ સમયે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની પ્રેરણા આપી હતી તથા ઉજ્જવળ ભવિષ્ય સાથે જીવનમાં પ્રગતિ કરવા આશીર્વાદ આપ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મેળવી આગળ વધવાની પ્રેરણા અને આશીર્વાદ આપ્યા હતા આ સમારંભમાં કોલેજના આચાર્યશ્રીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.