Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અમદાવાદ-હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

ગુજરાત સ્ટેટ મોનિટરીંગ સેલ (એસએમસી) ના અધિકારીઓ દ્વારા ચૂંટણી સમયે રાજ્યમાં દારૂની હેરાફેરી અને કહેબ મારતા અટકાવીને કાયદેસરના પગલા ભર્યાની કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે, એસએમસી ની ટીમે અમદાવાદ – હિંમતનગર હાઈવે પરના ચિલોડા નજીકથી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, રોકડ રકમ, મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કરીને હરિયાણાના બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે. તપાસમાં દારૂનો આ જથ્થો વોટ્સએપ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.એસએમસીનાપી.આઈઆર.એસ.પટેલ તથા તેમની ટીમે આ કામગીરી કરી હતી.

એસએમસીના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ હિંમતનગર હાઈવે પરના ધાનપપાટીયા બ્રિજ પાસેથી દારૂ લઈને જતો ટ્રક અટકાવ્યો હતો. જેમાંથી પોલીસને રૂ, 1,83,160 ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ ઉપરાંત રોકડ રકમ, બે મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂ. 22,04,560 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે હરિયાણાનામાહુનખાન ડી. ખાન અને નઈમ ટી. ખાનની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનારા ફરીદ આમીન ખાન, હરીશ એ.ખાન, વોટ્સએપ પર દારૂ મંગાવનાર સહિત ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે.