અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટના એન્જિનમાં ખામી સર્જાતા પરત લાવવી પડી હતી. સ્પાઇસ જેટની અમદાવાદથી ચેન્નાઈ જતી ફ્લાઇટે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં અમદાવાદ પરત લાવવીપડી હતી. અમદાવાદથી ફ્લાઇટ ચેન્નાઈ જવા ઉપડ્યા પછી 28 હજાર ફૂટની ઊંચાઈ પર હતી ત્યારે જ પ્લેનમાં ખામી સર્જાઈ હતી. તે સમયે એન્જિનમાં ખામી સર્જાઈ હતી. તેના લીધે ફ્લાઇટમાં બેઠેલા 170 પેસેન્જરોના જીવ અદ્ધરતાલ થઈ ગયા હતા. તેને લઈને ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર પરત લાવવી પડી હતી. આ બનાવ ના પગલે ફલાઇટ પરત લાવ્યા પછી પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી અમદાવાદથી ચેન્નાઈની ફ્લાઇટના 170 મુસાફરોએ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો હતો. આમ પહેલા તો મુસાફરો 28 હજાર ફૂટ હવામા હતા ત્યારે તેમનો જીવ તાળવે ચોંટયો અને ફ્લાઇટ પરત આવી ત્યારે ચેન્નાઈ માટે તેમને પરત લઈ જવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી તેઓ કંટાળ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.




