ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે ઉપર એક ટ્રાવેલ બસનાં ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલ બે શખ્સને અડફેટે લેતાં ગંભીર ઈજાને કારણે બંનેનાં સાથળ ઉપર મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઉચ્છલનાં નારણપુર ગામની સીમમાંથી પસાર થતા ઉચ્છલથી નિઝર જતા સ્ટેટ હાઇવે ઉપર વડપાડા નેશુ ફાટા પાસે મંગળવાર નારોજ બપોરે 12:50 વાગ્યાના સુમારે શ્રી હરી ટ્રાવેલ્સની બસ નંબર GJ/26/T/5143ના ચાલકે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા જાલસીંગભાઇ મધુભાઇ વસાવા (ઉ.વ.33, રહે.જામલી ગામ, નવી જામલી ફળિયું, તા.ઉચ્છલ) અને પુનીલાભાઇ ખાત્રુભાઇ કાથુડ (ઉ.વ.45, રહે.જુના વડગામ, તા.ઉચ્છલ) નાંઓને અડફેટમાં લેતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને બંનેનું સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જયારે બસ સ્થળ ઉપર મુકી બસ ચાલક ભાગી છુટ્યો હતો.
અકસ્માત અંગે ફુલસીંગ વસાવા (રહે.જામલીગામ, નવી જામલી ફળિયુ, તા.ઉચ્છલ)ની ફરિયાદનાં આધારે અકસ્માત કરી ભાગી છુટેલા બસનો અજાણ્યા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.




