Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

૧૭૨-નિઝર બેઠક ઉપર સૌથી વધુ ૭૬.૦૫ ટકા મતદાન અને સૌથી ઓછુ ૧૫૮-કામરેજ ૪૩.૧૩ ટકા

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

સમગ્ર દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી માટે દેશના નાગરિકો ઉત્સુક બન્યા છે ત્યારે આજે ગુજરાત રાજ્યની ૨૫ સીટો ઉપર ત્રીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ૨૩-બારડોલી (એસ.ટી) સંસદિય મતદાર વિભાગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થયું હતું. જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મળેલ માહિતી અનુસાર સાંજે ૫-૦૦ કલાક સુધીમાં ૨૩-બારડોલી(એસટી) બેઠક ઉપર ૬૧.૦૧ ટકા મતદાન નોંધાયું હતું.

 

૨૩ બારડોલી(અજજા)  સંસદિય મતવિસ્તારમાં સમાવિષ્ઠ વિધાનસભાની સાતેય બેઠક ઉપર (૧) ૧૫૬ માંગરોલ (એસ.ટી) પુરૂષ- ૧૧૫૮૧૧ મતદારો પૈકી ૭૭૧૭૪ મતદારોએ પ્ોતાનો મત આપ્યો હતો  તેમજ સ્ત્રી-૧૧૨૬૯૨ મતદારો પૈકી ૭૧૮૪૫ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને કુલ-૨૨૮૫૦૬ મતદારો પૈકી ૧૪૯૦૧૯ મતદારોએ પોતાનો મત આપી ૬૫.૨૧ ટકા મતદાન થયું હતું.

(૨) ૧૫૭-માંડવી (એસટી) પુરૂષ મતદારો ૧૨૦૧૫૨ પૈકી ૮૬૧૭૪ મતદારો એ પોતાનો મત આપ્યો હતો. જ્યારે સ્ત્રી-૧૨૫૮૯૦ મતદારો પૈકી ૮૬૩૫૦ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને  કુલ-૨૪૬૦૪૨ મતદારો પૈકી કુલ ૧૭૨૫૨૪ મતદારોએ મત આપી ૭૦.૧૨ ટકા મતદાન નોંધાવ્યું હતું.

(૩) ૧૫૮-કામરેજ, પુરૂષ-૩૦૦૩૨૯ મતદારો પૈકી ૧૪૦૧૯૪ મતદારોએ પોતાનો મત આપ્યો હતો જ્યારે સ્ત્રી–મતદારો ૨૫૩૩૭૯ પૈકી ૯૮૬૪૪ મતદારોએ મત આપ્યો હતો. અને કુલ-૫૫૩૭૧૧ મતદારો પૈકી ૨૩૮૮૩૮ મતદારોએ મત આપી ૪૩.૧૩ ટકાવારી નોંધાવી હતી.

(૪)૧૬૯-બારડોલી(એસસી) પુરૂષ મતદારો ૧૪૬૩૨૭ પૈકી ૯૦૦૮૨ મતદારોએ પોતાનો મત આપ્યો હતો તેમજ સ્ત્રી- મતદારો ૧૩૫૯૯૪ પૈકી ૮૦૨૧૭ મહિલાઓએ પોતાનો મત આપ્યો હતો અન્ય-૮ મતદારો મળીને ,કુલ-૨૮૨૩૨૯ મતદારો પૈકી ૧૭૦૩૦૧ મતદારોએ પોતાનો મત આપી ૬૦.૩૨ ટકા મતો આપ્યા હતા.

(૫) ૧૭૦- મહુવા પુરૂષ મતદારો ૧૧૧૮૯૪ પૈકી ૭૪૫૮૭ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી- મતદારો ૧૧૮૨૨૭ પૈકી ૭૩૨૪૦ મતદારોએ મત આપ્યો હતો. આમ કુલ-૨૩૦૧૨૧ મતદારો પૈકી ૧૪૭૮૨૭ મતદારોએ ૬૪.૨૪ ટકા મત આપ્યા હતા.

(૬) ૧૭૧-વ્યારા(એસટી) પુરૂષ મતદારો ૧૦૭૫૩૩પૈકી ૭૭૧૯૫ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી મતદારો ૧૧૪૩૯૨ પૈકી ૭૬૭૦૫ મતદારોએ મત આપ્યા હતા. અને અન્ય-૫ મળીને કુલ-૨૨૧૯૩૦ મતદારો પૈકી ૧૫૩૯૦૨ મતદારોએ ૬૯.૩૫ ટકા મત આપ્યા હતા.

(૭) ૧૭૨-નિઝર(એસટી) પુરૂષ મતદારો ૧૩૯૦૮૦ પૈકી ૧૦૭૫૫૮ મતદારોએ પોતાનો મત આપ્યો હતો અને સ્ત્રી મતદારો ૧૪૬૬૮૯ પૈકી ૧૦૯૭૮૨ મતદારોએ પોતાનો મત આપી ૭૬.૦૫ ટકા મતદાન કર્યું હતું. અને કુલ-૨૮૫૭૬૯ મતદારો પૈકી ૨૧૭૩૪૦ મતદારોએ મત આપીને તમામ સીટો ઉપર સાંજે ૫-કલાક સુધીનું સૌથી વધુ મતદાન નોંધાવ્યું હતું.

 

તમામ વિધાનસભા સીટો મળીને ૨૩-બારડોલી (એસ.ટી) સંસદિય બેઠક ઉપર કુલ પુરૂષ મતદારો ૧૦૪૧૧૨૬ પૈકી ૬૫૨૯૬૪ મતદારો એ પોતાનો મત આપ્યો હતો. જ્યારે સ્ત્રી મતદારો  કુલ ૧૦૦૭૨૬૩ પૈકી ૫૯૬૭૮૩ મતદારોએ પોતાના ઉમેદવારને મત આપ્યા હતા ,અન્ય ૧૯ પૈકી ૪ મતદારોએ પોતાના મત આપ્યા હતા આમ સમગ્ર ૨૩ બારડોલીના કુલ મતદારો ૨૦,૪૮,૪૦૮ પૈકી ૧૨૪૯૭૫૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ૬૧.૦૧ ટકા મતદાન સાંજે ૫-૦૦ કલાક સુધી નોંધાવ્યું હતું.