Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 106 રનથી હરાવ્યું

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

હૈદરાબાદની હાર બાદ ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. રોહિત શર્માની ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનની જરૂર હતી પરંતુ બેન સ્ટોક્સની ટીમ ચોથી ઈનિંગમાં નિષ્ફળ રહી હતી. આર અશ્વિન, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની શાનદાર બોલિંગના આધારે ટીમ ઈન્ડિયાએ 106 રનથી મેચ જીતી લીધી હતી. હવે પાંચ મેચની સિરીઝ 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીએ રાજકોટમાં રમાશે. વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

યશસ્વી જયસ્વાલની બેવડી સદીના આધારે ટીમ ઈન્ડિયાએ પહેલા દાવમાં 396 રન બનાવ્યા હતા. જયસ્વાલે 209 રનની ઈનિંગ રમી હતી. આ તેના કરિયરની પ્રથમ બેવડી સદી છે. ઈંગ્લેન્ડની ટીમ પહેલા દાવમાં માત્ર 253 રન જ બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહે 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા હતા. આ વખતે શુભમન ગિલે સદી ફટકારી.  ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ સ્પિનરોની જાળમાં ફસાઈ ગઈ. અશ્વિને બેન ડકેટને આઉટ કર્યો અને ત્યાર બાદ અક્ષરે બીજા દિવસે રેહાન અહમદને આઉટ કરીને ઈંગ્લેન્ડને બીજો ઝટકો આપ્યો હતો.

ઓલી પોપની મોટી વિકેટ અશ્વિને લીધી, તે 23 રન બનાવી શક્યો હતો. જો રૂટ પણ 16 રન બનાવીને અશ્વિનનો શિકાર બન્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી શાનદાર બેટિંગ કરી રહેલા જેક ક્રાઉલે પોતાની અડધી સદી પૂરી કરી હતી પરંતુ તે કુલદીપ યાદવનો શિકાર બન્યો હતો. કુલદીપે ક્રાઉલીને LBW આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટીમ ઈન્ડિયાને પોતાની વિકેટ ભેટમાં આપી. તે શ્રેયસ અય્યરના સીધા થ્રો પર રનઆઉટ થયો હતો. તે આસાનીથી એક રન પૂરો કરી શક્યો હોત પરંતુ તે ઝડપથી દોડ્યો ન હતો, પરિણામે ઈંગ્લેન્ડના કેપ્ટનને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. અંતમાં બુમરાહે બેયરસ્ટો, હાર્ટલી અને શોએબ બશીરને આઉટ કરીને ઈંગ્લેન્ડનો દાવ સમેટી લીધો હતો.

 

Leave a Comment

Leave a Comment

error: Content is protected !!