અદા શર્મા, વિપુલ શાહ અને સુદીપ્તો સેનની ત્રિપુટી ‘બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી’માં ફરી સાથે કામ કરી રહી છે. આ ફિલ્મમાં અદાએ પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે, જે નકસલવાદીઓનો સામનો કરે છે. ફિલ્મને 13 મિનિટના કટ અને એડલ્ટ સર્ટિફિકેટ સાથે સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી અપાઈ છે. 124 મિનિટની ફિલ્મમાં અનેક અશ્લીલ શબ્દો છે, જેને મ્યુટ કરી દેવાયા છે. આ ઉપરાંત ફિલ્મમાં એન્ડ ક્રેડિટના ફોન્ટ મોટા કરવાની સૂચના પણ અપાઈ છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન પોઝિટિવ રિસ્પોસન્સ મળી રહ્યો હોવાનું મનાય છે. અગાઉ આ ત્રિપુટીની ફિલ્મ ધ કેરાલા સ્ટોરીમાં 10 કટ્સ હતા, પણ આ ફિલ્મ સફળ રહી હતી. બસ્તરના કિસ્સામાં 13 મિનિટના કટ સૂચવાયા છે.
આ ફિલ્મમાં અદા શર્માએ આઈપીએસ ઓફિસર નિરજા માધવનનો રોલ કર્યો છે, જે ભારતને નક્સલવાદ મુક્ત કરવા માગે છે. આ ફિલ્મમાં રાજકારણ અને કહેવાતા સમાજસેવકોની નક્સલવાદ સાથેની સાંઠગાંઠ રજૂ કરાઈ છે. ફિલ્મના ટ્રેલરમાં નક્સલવાદીઓએ સીઆરપીએફ જવાનો પર કરેલા હુમલાના હૃદયદ્રાવક દૃશ્યો છે. અગાઉ ધ કેરલા સ્ટારોનીમાં અદા શર્માએ આતંકવાદ અને લવ જેહાદથી પીડિત યુવતીનો રોલ કર્યો હતો. આ વખતે અદા પોલીસ ઓફિસરના રોલમાં નકસવાલનો મુકાબલો કરતી જોવા મળશે.




