નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના નેતૃત્વ હેઠળ નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સર વિનાયક રાવ વૈધ ગાર્ડન રાજપીપલા ખાતે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોમાં નશા મુક્તિ અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
નર્મદા જિલ્લાનાં ઝુપડપટ્ટી વિસ્તારોના બાળકો, શેરીઓમાં રખડતા-ભટકતા (રસ્તાઓ પર રહેતાં) બાળકો તેમજ CISS અંતર્ગત નોંધાયેલા બાળકો તેમજ તેમના પરિવારજનો સાથે રાખી નશાકારક દ્ર્વ્યોના દુરુપયોગના લીધે તેની શારીરીક, માનસિક, સામાજીક, આર્થિક અને વ્યવહારીક સંબંધો ઉપર નશાની ખરાબ અસરો વર્તાય છે. તેની સમજણ બહ્મકુમારીમાંથી આવેલ દીદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
