Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

તાપી : જુગાર રમતા 6 જુગારીઓ ઝડપાયા, રૂપિયા 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપીનાં ડોલવણ તાલુકાનાં પંચોલ ગામનાં બસ સ્ટેશન ફળીયામાંથી ગેરકાયદેસર રીતે જુગાર રમતા 6 જુગારીઓને રૂપિયા 15,870/-નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડોલવણનાં પંચોલ ગામનાં બસ સ્ટેન્ડ ફળિયામાં આમલીનાં ઝાડની નીચે લાઈટનાં અજવાળે કેટલાક ઈસમો પાના વડે પૈસાનો હારજીતનો જુગાર રમે છે.

જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યા પર પહોંચી હારજીતનો જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. આમ, પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમવાના સાધનો જેમાં પત્તા પાના અને જુગારનાં દાવ ઉપર મુકેલ રોકડા રૂપિયા 1,200/- તથા અંગઝડતી કરતા મળી આવેલ રોકડા રૂપિયા 10,170/- તેમજ 3 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 15,870/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ તમામ જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

પોલીસ રેઈડમાં જુગાર રમતા ઝડપાયેલ 6 જુગારીઓ…

1.નિલેશ ભગુભાઈ ગામીત (રહે.મગરકુઈ ગામ, ડુંગરી ફળિયું, વ્યારા),

2.સુનીલ સૈયદભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, પારસી ફળિયું, ડોલવણ),

3.સમીર નરેશભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ),

4.જીતેન્દ્ર છોટુભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ),

5.આશેન્દ્ર દિલીપભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ) અને

6.વિનોદ કુમાદભાઈ ગામીત (રહે.પંચોલ ગામ, બસ સ્ટેન્ડ ફળિયું, ડોલવણ).