કલોલની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ ચાલી રહેલા કેસમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની કેદની સજા ફટકારી હતી અને રૂપિયા 20,000/-નો દંડ કર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ બાબતે મળતી વિગતો અનુસાર, કલોલમાં રહેતો સાગર વિક્રમભાઈ લુહારએ તારીખ 5/8/2018નાં રોજ શુભ કોમ્પલેક્ષ ફ્લેટ પાસેથી સગીરાનું અપહરણ કર્યું હતું ત્યારબાદ તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
જેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી સાગર વિક્રમભાઈ લુહારની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થતાં કેસ કલોલ ની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે સરકારી વકીલ અને ભોગ બનનાર તથા ફરિયાદી અને તપાસ કરતા અધિકારીઓ તેમજ પુરાવાઓને ધ્યાને લઇને કોર્ટે આરોપીને તકસીર વાન ઠેરવ્યો હતો અને તેને 20 વર્ષની કેદની સજાનો હુકમ કરી રૂપિયા 20,000/-નો દંડ કર્યો હતો અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.




