Follow Us

Address: Press karyalay 1st Floor,103 Pashvadarsan Complex Nr.daxinapath Vidhyalay Ta.vyara District.Tapi (Gujarat)

લોકસભા ચૂંટણી 2024 : કોંગ્રેસે આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી

Picture of Gujarat Samrajya

Gujarat Samrajya

કોંગ્રેસ પક્ષે લોકસભા ચૂંટણી 2024 ને ધ્યાનમાં લઈને વધુ એક ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. આ ઉમેદવારોની યાદીમાં આંધ્રપ્રદેશમાંથી 9 અને ઝારખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસે દીપિકા સિંહ પાંડેની જગ્યાએ પ્રદીપ યાદવનેગોડ્ડા, ઝારખંડથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે રાંચીથી યશસ્વિની સહાયને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પ્રદીપ યાદવે છેલ્લી લોકસભા ચૂંટણી ગોડ્ડાથી JVMની ટિકિટ પર લડી હતી. બાદમાં JVM ભાજપમાં ભળી ગયું. ત્યારબાદ પ્રદીપ કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે તેમની રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે શરૂ કરી હતી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય હતા. 2007માં, તેઓ ભારતીય જનતા પાર્ટી છોડીને ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રિક)માં જોડાયા. પ્રદીપ યાદવ પોરૈયાહાટના વર્તમાન ધારાસભ્ય પણ છે. આંધ્રપ્રદેશમાં લોકસભાની કુલ 42 બેઠકો છે, જ્યારે ઝારખંડમાં કુલ 14 લોકસભા બેઠકો છે. આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસે આંધ્ર પ્રદેશમાં લોકસભાની 6 અને વિધાનસભાની 12 બેઠકો માટે યાદી જાહેર કરી હતી.