ભારત દેશનો રમતવીર નીરજ ચોપરા ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું નામ આગળ વધાર્યું છે, દોહા ડાયમંડ લીગ 2024માં જેવલિનથ્રોઅરનીરજે વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ 88.36 મીટરના શાનદાર પ્રદર્શન સાથે બીજા ક્રમે રહ્યો હતો અને સિલ્વર મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું. નીરજ ચોપરા દોહા ડાયમંડ લીગમાંભાલા ફેંક સ્પર્ધામાં માત્ર બે સેન્ટિમીટરથી ગોલ્ડ ચૂકી ગયો હતો. નીરજે 88.36 મીટરના અંતરે બરછી ફેંકી હતી જ્યારે યાકુબ વાલેશની બરછી તેના કરતા માત્ર બે સેન્ટિમીટર જ આગળ 88.38 મીટરે પહોંચી હતી. આવી સ્થિતિમાં આટલા ઓછા માર્જિનથી પાછળ પડી જવાને કારણે નીરજને સિલ્વર મેડલ પર જ સમાધાન કરવું પડ્યું હતું.




